હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં આગામી તા. ૧પ ઓગસ્ટ સુધી વેકેશન જાહેર કરાયું છે. સાથોસાથ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે અને ઘેર બેઠા શિક્ષણ મળી રહે તે હેતુથી શાળાઓને ઓનલાઈન શિક્ષણ આપવા ભારપુર્વક આગ્રહ કરાયો છે. પરંતુ હાલ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે અને અમુક શાળાઓમાં કાયમી શિક્ષકો નથી, માત્ર પ્રવાસી શિક્ષકોથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલતું હતું. પ્રવાસી શિક્ષકોની ભરતી નહીં થવાથી અમુક શાળાઓમાં શિક્ષકો જ નથી. તેથી ઘટના શિક્ષકોની ખોટ પૂરવા સરકાર દ્વારા સમયાંતરે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરાઈ નથી ત્યારે વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ મળી રહે તેવા હેતુથી સત્વરે શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનાં સભ્ય ડો. પ્રિયવદન કોરાટે શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews