સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી જેમાં કોર્ટનર્વ અગાઉના આદેશ અંગે ફેરવિચારણા કરવા વિંનતી કરાઈ હતી. અગાઉના આદેશમાં સુપ્રીમ કોર્ટે એક એવી અરજીની સુનાવણી કરવાથી ઇન્કાર કર્યો હતો જેમાં માંગણી કરાઈ હતી કે, કોર્ટ ગાઈડલાઈન્સ બહાર પાડે જેના દ્વારા સોશ્યલ મીડિયા ઉપર બનાવટી સમાચારો ઉપર અંકુશ મૂકી શકાય. જે બનાવટી સમાચારોના લીધે સામૂહિક ઉન્માદ અને મોબ લીન્ચંગ જેવી ઘટનાઓ બને છે. સુપ્રીમ કોર્ટની બેંચના જજા એસ.એ.બોબડે, જજ એલ. નાગેશ્વર રાવ અને સંજીવ ખન્નાએ વકીલ અનુજા કપૂર દ્વારા દાખલ થયેલ સમીક્ષા અરજીને ફગાવી હતી જે કોર્ટના ૮મી એપ્રિલના આદેશ સામે કરાઈ હતી. બેન્ચે કÌšં, અમોએ ધ્યાન પૂર્વક સમીક્ષા અરજીની નોંધ લીધી છે અને એની સાથે જાડાયેલ દસ્તાવેજા તપાસ્યા છે. અમને એવા કોઈ આધારો જણાતા નથી કે, એ અરજીની સુનાવણી કરી શકાય. જેથી સમીક્ષા અરજી રદ્દ કરવામાં આવે છે. પોતાની અરજીમાં અરજદાર કપૂરે એમની રદ્દ કરાયેલ અરજી બાબત પુનર્વિચાર કરવા કોર્ટનર્વ વિંનતી કરી હતી. એમણે અરજીમાં જુદા-જુદા બનાવટી સમાચારોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં એપ્રિલ ૨૦૧૯માં એર સ્ટ્રાઈક પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલી ઊભી થઇ હોવાની ખોટી માહિતી સોશ્યિલ મીડિયામાં આપવામાં આવી હતી. એમણે રજૂઆત કરી હતી કે, એવો કોઈ કાયદો નથી જેનાથી બનાવટી સમાચારો ઉપર અંકુશ મૂકી શકાય જે જુદા-જુદા સોશ્યલ મીડિયામાં ખૂબ ઝડપથી ફેલાઈ જાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews