પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારોને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ

0

ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરવા જતાં સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે ત્યારે આ માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાનાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખતા જણાવ્યું કે ગુજરાતનાં વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસ્તા કોળી સમાજ, ખારવા સમાજ તથા મુસ્લિમ સમાજ સહિતનાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. આવાં પરિવારો માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે અને માછીમારી તેનું આજીવિકાનું સાધન છે. ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતાં સમયે અજ્ઞાનતાનાં કારણે અથવા દિશાભાન ના રહેવાનાં કારણે બંને દેશોની સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારોને પાકિસ્તાની જેલોમાં કેદ કરવામાં આવતાં હોય છે. બીજી તરફ ગુજરાતમાં તેમને અજ્ઞાન અને અશિક્ષિત પરિવારોનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ હોય છે તેમજ આવા પરિવારોને ક્યા વિભાગને રજૂઆત કે જાણ કરવી તેની પણ માહિતી હોતી નથી ત્યારે આવા પરિવારો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની જુદી જુદી જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારોની પાકિસ્તાનમાં સ્થિત ભારતીય દુતાવાસનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે તેમજ આ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તેનાં માટે જરૂરી કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તેવી આ માછીમારોના પરિવારો વતી દ્વારા રજૂઆત કરતો પત્ર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા ભારતીય હાઈ કમિશન સહિતનાં વિભાગને પાઠવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!