મદ્રાસાએ ફૈઝુલ ઈસ્લામ શાળાનાં સંચાલકોનો આવકાર્ય નિર્ણય : નવા પ્રવેશ મેળવનાર બાળકોની પ્રથમ સત્રની ફીમાં સંપૂર્ણ માફ

0

જૂનાગઢ શહેરમાં મેમણવાડા ખાતે આવેલી અને સમાજ સેવાનું કાર્ય કરતી મદ્રેસાએ ફૈઝુલ ઈસ્લામ પ્રાથમિક શાળા દ્વારા અત્રે પ્રવેશ મેળવનાર તમામ બાળકોની પ્રથમ સત્રની ટયુશન ફી સંપૂર્ણ માફીનો નિર્ણય કર્યો છે. આ શાળાની સ્થાપનાં ૧૯૮રમાં કરવામાં આવી હતી ત્યારથી લઈ આજ સુધી આ શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ડોકટર, વકીલ, એમબીએ, સીએ જેવી ઉચ્ચ કક્ષાની ડીગ્રી મેળવી સમાજનું મોભાનું સ્થાન ધરાવતા થયા છે. આ શાળાનાં સંચાલકો સમાજ ઘડતરનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે વર્તમાન કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિ વગેરે બાબતે લઈને લોકો આર્થિક સકડામણ ભોગવી રહ્યા હોય મધ્યમ ગરીબ કુટુંબનાં બાળકો શાળા પ્રવેશ અને અભ્યાસથી વંચીત ના રહે તે માટે મદ્રાસાએ ફૈઝુલ ઈસ્લામ શાળાનાં સંચાલકોએ વર્તમાન શૈક્ષણીક વર્ષમાં પ્રવેશ મળેવનાર વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી સંપૂર્ણ માફ કરવાની નિર્ણય કર્યો છે. શાળા દ્વારા લોઅર કેજી, હાયર કેજી થી લઈ ધો.૧-૮માં પ્રવેશ ચાલુ છે. તેમ એક યાદીમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!