ઉનામાં પશુ દવાખાનાનું નવું બિલ્ડિંગ મંજૂર કરવા માંગ

0

અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ લાગતા વળગતા અધિકારીને આવેદન પત્ર આપીને જણાવ્યું કે ઉના શહેરનાં મધ્યમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં પશુ દવાખાનું આવેલ છે. આ દવાખાનાનું બિલ્ડીંગ તથા સ્ટાફ ક્વાર્ટર એકદમ જર્જરીત હાલતમાં છે. ત્યારે આજુબાજુના પશુપાલકો માટે આ નજીકનું દવાખાનું હોય અહીં નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે હજારો પશુપાલકોને ફાયદો તથા લાભ થઈ શકે એમ છે. વિશાળ પશુપાલકોનાં હિતને ધ્યાનમાં રાખીને નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે એવી રજૂઆત કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!