માણાવદર : ટિકટોક બહિષ્કાર અભિયાન સફળ

0

છેલ્લા ઘણાં સમયથી અર્જુનભાઈ આંબલીયા દ્વારા ટિકટોક અને ચાઈનીઝ એપ તથા વસ્તુઓનો બહિષ્કાર કરવા માટેની જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આ અભિયાનને દરેક સમાજનાં લોકો એ ખુબ સહકાર આપ્યો હતો. સરકારને ટિકટોક એપ તથા બિજી એપોથી થતા નુકસાનોની લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જે હાલ સરકાર દ્વારા ૫૯ ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ લડાઈમાં અમુલ્ય યોગદાન આપતા દરેક ભાઈઓ અને બહેનો તથા સરકારનો આભાર માન્યો છે અને સાથે અર્જુનભાઈ એ જણાવ્યું કે આપણાં શહિદ થયેલા જવાનોની આજ સાચી શ્રદ્ધાંજલિ છે અને હજુ જેટલી બને તેટલી ચાઈનીઝ વસ્તુઓનો પણ બધા સાથે મળીને બહિષ્કાર કરવા આહવાન કર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!