ભારત-ચીન સંઘર્ષમાં આપણે ઇન્ટેલિજન્સ ઇનપુટ્‌સ મેળવવામાં ક્યાં થાપ ખાઇ ગયા ?

0

પૂર્વીય લદ્દાખમાં તાજેતરની ભારત-ચીન વચ્ચેની અથડામણ દરમ્યાન ચીને ૫ મે ૨૦૨૦ના રોજ કે તે પહેલા પૂર્વીય લદ્દાખમાં ૪ પોઇન્ટ ઉપર એલએસી ખાતે ઘૂસણકોરી કરીને ભારતની રાજકીય અને સુરક્ષા સંસ્થાઓને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. હવે એવા અહેવાલો છે કે ચીન આ સરહદી ક્ષેત્રમાં પોતાની ઘૂસણખોરીના મામલે ઝૂકવા તૈયાર નથી. તેના બદલે તેમણે હવે વધારાની ઘેરાબંધી કરી દીધી છે. રસ્તાને સુધારી દીધાં છે અને ટેંક અને ગનનો ખડકલો કરી રહ્યાં છે અને એલએસી ઉપર વિવિધ સ્થળોએ વધુ સેનાઓ તહેનાત કરી રહ્યાં છે. આમ આટલી મોટા પાયે ઘૂસણખોરી થઇ તેમાં ક્યાંકને ક્યાંક સરહદોનું મોનિટરીંગ કરવામાં ભારત થાપ ખાઇ ગયું છે. ભારતને ચીન તરફથી આ પ્રકારનો દગો થવાનો અનેક વખત અનુભવ થયો છે તેમ છતાં ભારત ચીન ઉપર કેમ વધુ પડતો વિશ્વાસ રાખે છે ? સૌથી મોટી થાપ આપણે ગુપ્તચર માહિતી મેળવવામાં ખાધી છે. ભારતના ગુપ્તચર તંત્રમાં જરૂર ક્યાંક ખામી છે. આ માટે આપણી ગુપ્તચર એજન્સીઓ રોએ આપણા સૈન્યને પૂરતા પ્રમાણમાં ગુપ્તચર માહિતી આપી હતી કે કેમ તે અંગે માહિતી આપવી જાઇએ. બીજુ આપણી સુરક્ષા સંસ્થાઓની ટેકનિકલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સૈન્યને કે સુરક્ષાના ટોચના સ્તરે શું શું માહિતી આપી હતી તે પણ ચેક કરવું જાઇએ. ત્રીજુ ભારત તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી) દ્વારા સરહદો સંભાળવામાં તેમની કેટલી કાર્યક્ષમતા છે તે પણ તપાસવું જાઇએ. આમ લદ્દાખ ક્ષેત્રમાં હવે જ્યારે વ્યૂહાત્મક સ્થિતિ વધુ સ્ફોટક બનતી હોવાનું દેખાય છે ત્યારે ભારતે ચીનની વિસ્તારવાદી નીતિનો મુકબલો કરવા સંપૂર્ણપણે સજ્જ થવું જાઇએ. જા આપણે આ બાબતે અને ખાસ કરીને ઇન્ટેલિજન્સ ઇનપુટ મેળવવામાં સતર્ક નહીં રહીએ તો પછી મોડું થઇ જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!