ઝારખંડની સરકારી શાળાઓમાં દાખલ થયેલા ૬૫ ટકા કરતાં વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગો એટેન્ડ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણકે તેમની પાસે મોબાઇલ ફોન નથી. સરકારી શાળાઓમાં ધો.૧ થી ૧૨માં ૪૨ લાખ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે, પરંતુ તેમાંથી માત્ર ૧૪ લાખ વિદ્યાર્થીઓ જ ઓનલાઇન વર્ગોમાં હાજરી આપી શકે છે એવું શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું. અમોએ ૩૨૦૦ બીઆરપી (બ્લોક રીસોર્સ પર્સન) અને સીઆરપી (ક્લસ્ટર રીસોર્સ પર્સન)નું વોટ્સએપ ગ્રુપ ઊભું કર્યુ છે કે જેઓ તેમના વિસ્તારમાં શિક્ષકો સાથે કનેક્ટ છે. શિક્ષકોએ તેમની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓનું ગ્રુપ ઊભું કર્યુ છે એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના રાજ્યના પ્રોગ્રામ ઓફિસર અભિનવકુમારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધીમાં માત્ર ૧૪ લાખ વિદ્યાર્થીઓને જ વોટ્સએપ ઉપર કનેક્ટ કરી શક્યાં છીએ કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓના ઘરે સ્માર્ટ ફોન ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારે લોકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વોટ્સએપનો ઉપયોગ કરીને ડીગી સાત પહેલ હાથ ધરી છે. વિદ્યાર્થીઓ દૂરદર્શન ઉપર પણ વર્ગો એટેન્ડ કરી શકે છે પરંતુ સરકાર પાસે ટીવી ઉપર ક્લાસ દ્વાર લાભ મેળવનારા વિદ્યાર્થીઓનો ડેટા નથી. કુમારે જણાવ્યું હતું કે સરકારે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે યુટ્યૂબ ચેનલનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. ટીવીને શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે કારણકે ઝારખંડમાં ૬૭ ટકા ઘરોમાં ટીવી સેટ ઉપલબ્ધ છે. ડિજીટલ વર્ગોનો કેટલા વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યાં છે એ જાણવા થર્ડ પાર્ટી મૂલ્યાંકન હાથ ધરવામાં આવી રહ્યું છે અને જુલાઇના અંત સુધીમાં તેનો રિપોર્ટ આવી જશે એેવું શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews