Monday, January 24

અમે સંસદમાં ચીન મુદે ચર્ચા કરવા તૈયાર

0

લદ્દાખ ચીન સાથે સીમા વિવાદ ઉપર ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી ઉપર પલટવાર કર્યો છે. શાહે રાહુલનાં સરેન્ડર મોદી વાળા ટિ્‌વટ અંગે કહ્યું કે, પાર્લામેન્ટ શરૂ થશે, ચર્ચા કરવી હોય તો આવજા. ૧૯૬રથી આજ સુધીનાં મુદ્દે ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. કોઈ ચર્ચાથી ડરતું નથી. પરંતુ જવાન સરહદ ઉપર સંઘર્ષ કરી રહ્યા હોય અને સરકાર ઠોસ પગલા ભરી રહી હોય ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો ન આપવા જાઈએ. અમિત શાહે ઈન્ટરવ્યુમાં ભારત-ચીન સરહદ વિવાદ, દેશ અને દિલ્હીમાં કોરોના સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમ્યાન તેમણે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી ભાજપ ઉપર લોકશાહી ખતમ કરવાનો આરોપ લગાવી રહી છે. તેનાં ઉપર શાહે કહ્યું કે લોકશાહી શબ્દનો અર્થ ઘણો વિસ્તૃત છે. અનુશાસન અને આઝાદી તેનાં મૂલ્યો છે. અડવાણીજી, રાજનાથજી, ગડકરીજી અને ફરી રાજનાથજી પાર્ટીનાં અધ્યક્ષ બન્યા. હવે નડ્ડાજી અધ્યક્ષ છે. શું આ બધા એકજ પરિવારના છે ? ઈÂન્દરાજી પછી કોંગ્રેસનાં અધ્યક્ષ ગણાવો કે ગાંધી પરિવાર બહારથી કોણ આવ્યું ? તેઓ લોકશાહીનાં શું વાત કરશે ? સરકાર ભારત વિરોધી પ્રોપેગેંડા સામે લડવામાં સક્ષમ છે, પણ આવું જાઈને દુઃખ થાય છે કે આવડી મોટી પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ આવું ગંદુ રાજકારણ કરે છે. સરેન્ડર મોદી વાળા ટિ્‌વટ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલે પોતાના વિષે વિચારવું જાઈએ. તેમની આ વાતને પાકિસ્તાન અને ચીનમાં લોકો હેશટેગ લગાવીને સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી રહ્યા હતા. કોંગ્રેસે આ વિષે વિચારવું જાઈએ કે તેમની પાર્ટીનાં નેતાના નિવેદનોથી ચીન-પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે, એ પણ આવા સંકટનાં સમયમાં જયારે સરકાર કોરોના વિરૂધ્ધ લડાઈ લડી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!