ખંભાળિયામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો ૨૪ સુધી પહોંચ્યો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રીના વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના ભીવંડીથી પરિવારજનો સાથે ખંભાળિયા તાલુકામાં આવેલા એક વૃધ્ધને કોરોનાના લક્ષણ બાદ તેમને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ચાર તથા જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ ચાર મળી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ આઠ એક્ટિવ કેસો નોંધાયા છે. આજ સુધી કોરોનાના ૧૫ પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ નિપજયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!