ઈંધણનાં ભાવ વધારી સરકાર લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી રહી છે : સોનિયા ગાંધી

0

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ લોકડાઉન બાદથી રરમી વખત ઈંધણનાં ભાવ વધારા સામે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી રહી છે. આ સાથે તેમણે તાત્કાલીક ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. સોનિયાએ કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકાર લોકોનાં ભોગે નફાખોરી કરી રહી છે. સરકારની ફરજ છે કે તે કટોકટીનાં સમયમાં લોકોની મદદ કરે અને મુશ્કેલીથી આવક કરી રહેલા લોકોનાં નાણાં ઉપર તરાપ ન મારે. સમગ્ર દેશમાં જારી કોંગ્રેસની ઈંધણનાં ભાવ વધારા સામેની ઝુંબેશમાં ભાગ લેતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, એક તરફ કોવિડ-૧૯ની મહામારીએ દેશમાં હાહાકાર મચાવ્યો છે અને બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવોએ લોકોનાં જીવનને મુશ્કેલ બનાવી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સોમવારથી સામાન્ય લોકોને અસર કરી રહેલા ઈંધણનાં ભાવ વધારાને પાછો ખેંચવા સમગ્ર દેશમાં અભિયાન ચલાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!