મંગળવાર, ૩૦ જૂન એટલે આજે સવારે ગુરૂ ગ્રહએ મકરથી ધન રાશિમાં પ્રવેશ કર્યો. આ સમયે ગુરૂ વ્રકી છે. જેના કારણે તે મકરથી પહેલાં આવતી રાશિ ધનમાં પ્રવેશ કર્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગુરૂ ૨૦ નવેમ્બર સુધી ધન રાશિમાં જ રહેશે. ૧૩ સપ્ટેમ્બરે તે વક્રીથી માર્ગી થઇ જશે.
ગુરૂની સ્થિતિ બદલાવાથી થોડાં લોકો માટે દૈનિક જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. ગુરૂની અશુભ અસરથી બચવા માટે બધી જ બારેય રાશિઓના લોકોએ નિયમિત રૂપથી આ ગ્રહ સાથે જોડાયેલાં શુભ કામ કરતાં રહેવું જોઇએ. આ શુભ કર્મોના કારણે દેવગુરૂ બૃહસ્પતિથી શુભફળ મળી શકે છે.
દર ગુરૂવારે તાંબાના લોટામાં પાણી લો અને કેસર મિક્સ કરો. ત્યાર બાદ આ કેસર મિશ્રિત જળ શિવલિંગ ઉપર ચઢાવો. જળ ચઢાવતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં રહેવું જોઇએ. તમે ઇચ્છો તો ગુરૂ ગ્રહ મંત્ર બૃં બૃહસ્પતયે નમઃ નો જાપ પણ કરી શકો છો. મંત્ર જાપ ઓછામાં ઓછો ૧૦૮ વાર કરવો જોઇએ.
ગુરૂવારે સ્નાન કર્મ બાદ કોઇ મંદિર જવું અને નાના બાળકોને કેળા વહેંચવા. કોઇ મોટું કામ શરૂ કરતાં પહેલાં પોતાના ગુરૂના આશીર્વાદ જરૂર લેવાં.
દર ગુરૂવારે અને પૂર્ણિમાએ વટ વૃક્ષની ૧૦૮ પરિક્રમા કરવી જોઇએ. ગુરૂવારે વટ વૃક્ષ, પીપળો, કેળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવાથી પણ દેવગુરૂ બૃહસ્પતિ સાથે જોડાયેલાં દોષ દૂર થઇ શકે છે.
ગુરૂવારે શિવ-પાર્વતીની પૂજા કરો. શિવલિંગ ઉપર કાચું દૂધ, બીલીપાન, ચોખા, કંકુ વગેરે ચઢાવીને પૂજા કરવી જોઇએ. ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો. પૂજા બાદ લાડવા અન્ય ભક્તોમાં વહેંચવા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews