સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢની ચુંટણીમાં છત્રી પેનલોનો ભવ્ય વિજય થયો

0

જૂનાગઢ સહિત દેશભરનાં તમામ જૈનસંઘનું તેમજ લીંબડી તથા ગોંડલ સંપ્રદાયનાં ફિરકાઓનું જ્યાં ધ્યાન કેન્દ્રિત હતું તે સ્થાનકવાસી જૈન સંઘની ચુંટણી તાજેતરમાં હાલનાં કોરોના વાયરસનાં રોગચાળા દરમ્યાન કોવિડ-૧૯નાં સંપૂર્ણ નિયમોનાં પાલન સાથે ચુંટણીલક્ષી કાર્યવાહી યોજવામાં આવી હતી. આ રસાકસી ભરી ચુંટણીમાં છત્રી પેનલોનો વિજય થયો હતો. છત્રી પેનલે ૧૬ બેઠકો મેળવી હતી. જ્યારે તાળું-ચાવી પેનલને પાંચ બેઠક મળી હતી.  જેમાં છત્રી પેનલનાં શ્રી લલીતભાઈ દોશી, એડવોકેટ કે.બી. સંઘવી, ડો.પ્રોફેસર મોદી, પ્રોફેસર દામાણીનો જંગી વિજય થયો હતો. જ્યારે તાળું-ચાવી પેનલનાં ડો.ખોખાણી થતાં હિતેષ સંઘવીની પેનલનો પરાજય થયો હતો. વિજેતા બનેલી ટીમે ચુંટણી ઢંઢેરામાં જાહેર કરેલ સામાજીક કાર્યો, સભ્યશ્રીઓ માટે મેડીકલ કેમ્પ, સુંદરવાડીની વ્યવસ્થા સહિતનાં કાર્યો કરવાની ખાતરી શ્રી બીપીનભાઈ કામદારે આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!