ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનનાં માળખામાં ધરખમ ફેરફારો આવી રહ્યાં છે. જૂન માસનાં અંતિમ તબક્કામાં નવી નિમણુંકો માટેનો સળવળાટ શરૂ થયો છે અને જુલાઈ માસનાં પ્રારંભ સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીની સાથે-સાથે જૂનાગઢ સહિત ૮ કોર્પોરેશનનાં શહેર પ્રમુખ અને ગુજરાતનાં ૩૩ જીલ્લાનાં જીલ્લા ભાજપનાં પ્રમુખોની વરણી માટે તખ્તો તૈયાર થયો છે અને આ અંગેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું આધારભુત રીતે જાણવા મળે છે. ભારતીય જનતા પાર્ટીનાં શહેરકક્ષાથી લઈ જીલ્લાકક્ષા તેમજ પ્રદેશકક્ષા સહિતનાં વિવિધ પદ ઉપર બિરાજમાન પદાધિકારીઓની ૩ વર્ષની મુદ્દત ગત વર્ષે જ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ જુદાં-જુદાં કારણસર એક યા બીજા પ્રશ્નો ઉપÂસ્થત થતાં નવી નિમણુંકનું કાર્ય ઘોંચમાં પડ્યું હતું અને પદાધિકારીઓને ર૦ર૦નાં વર્ષમાં ૩ વર્ષને બદલે ૪ વર્ષનો લાંબો સમય મળ્યો હતો. દરમ્યાન નવું વર્ષ એટલે કે ર૦ર૦નું વર્ષ શરૂ થતાં માર્ચ માસથી જ કોરોનાની મહામારીએ ભારે ઉપદ્રવ મચાવતાં લોકડાઉન સહિતનાં તબક્કાઓ વચ્ચે આ વરણીનો પ્રશ્ન અટવાયો હતો. ત્યારબાદ રાજયસભાનાં સાંસદો માટેની ચુંટણી અને હવે રાજયમાં પેટા ચુંટણી માટેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે અને જેતે વિસ્તારમાં પદાધિકારીઓની નિમણુંક પણ થઈ ચુકી છે. આ સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ટર્મ પણ પુરી થઈ છે ત્યારે આજકાલમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવશે. આ વરણીની સાથોસાથ આગામી દિવસોમાં જ જૂનાગઢ સહિત આઠ કોર્પોરેશન વિસ્તારનાં શહેર ભાજપનાં પ્રમુખ તેમજ ગુજરાતનાં ૩૩ જીલ્લાનાં જીલ્લા ભાજપનાં પ્રમુખની વરણી પણ થવામાં છે અને જે અંગેનો તખ્તો તૈયાર બની ગયો છે. તેની સાથે-સાથે અન્ય પદાધિકારીઓમાં પણ ફેરફાર થાય છે. આમ આગામી કલાકોમાં જ ભારતીય જનતા પાર્ટીનાં સંગઠન માળખામાં ધરખમ ફેરફારો આવી શકે છે. તેવી શક્યતા રાજકીય પંડિતો નિહાળી રહ્યાં છે. જા કે ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ તરીકે કોની વરણી કરવી તે અંગેની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સંભવિત ધારાસભ્યો પાસેથી સમંતિ લેવામાં આવી રહી છે. આજે ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ તરીકેનાં ચર્ચાતો નામો જે બહાર આવ્યાં છે તેમાં ગોરધન ઝડફિયાં, મનસુખ માંડવીયા, રજની પટેલ, રઘુવીર ચૌધરીનાં નામો હોટફેવરીટ બન્યાં છે. સંગઠનનાં માળખામાં સૌરાષ્ટ્રનો દબદબો સતત રહ્યો છે ત્યારે આ વખતે ઉત્તર ગુજરાતને તક આપવામાં આવે એવા નિર્દેશો મળી રહ્યાં છે.
શહેર ભાજપ પ્રમુખ અને જીલ્લા ભાજપ પ્રમુખ માટે પણ તૈયારી
ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ તરીકેની નિમણુંક થવામાં છે તેની સાથે-સાથે ૮ કોર્પોરેશન અને ૩૩ જીલ્લાનાં પ્રમુખોની પણ વરણી થવાની છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરની ર૦૦૧ની સાલમાં રચનાં થઈ હતી અને ર૦ર૦ સુધીમાં શહેર ભાજપનાં પ્રમુખ તરીકે જે લોકોની નિમણુંક થઈ છે અને કાર્યભાર સંભાળી રહ્યાં છે તેમાં સૌપ્રથમ મહાનગરનાં પ્રમુખ તરીકે પ્રદિપભાઈ ખીમાણી(લોહાણા), અનિલભાઈ પટોળીયા (લેઉવા પટેલ), કરશનભાઈ ધડુક ( લેઉવા પટેલ), જીતુભાઈ હિરપરા (લેઉવા પટેલ), સંજયભાઈ કોરડીયા (કડવા પટેલ), શશીભાઈ ભીમાણી (વર્તમાન પ્રમુખ અને કડવા પટેલ સમાજ)ની વરણી થઈ છે. હવે જ્યારે નજીકનાં સમયમાં જ જૂનાગઢ શહેર ભાજપનાં પ્રમુખ તરીકે પસંદગીની કાર્યવાહી થવાની છે તો જ્ઞાતિ વાઈસ જા આપણે દૃષ્ટિપ્રાત કરીએ તો બ્રાહ્મણ જ્ઞાતિમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે તો, શૈલેષ દવે અથવા પુનિત શર્મા, લેઉવા પટેલમાંથી ભરત શિંગાળા, હરેશ પરસાણા, ઓબીસીમાંથી લેવામાં આવે તો ચંદ્રેશભાઈ હેરમા, કડવા પટેલ સમાજમાંથી નિમણુંક કરવાની થાય તો નિલેશભાઈ ધુલેશીયા અથવા સંજયભાઈ કોરડીયામાંથી પસંદગી થાય તેવી ચર્ચા છે. જયારે રઘુવંશી સમાજમાંથી વરણી થાય તો ગિરીશ કોટેચાનાં નામોની ચર્ચા છે. સિન્ધી સમાજ, પ્રજાપતી કડીયા કુંભાર, કોળી અને આહીર જ્ઞાતિનાં નામો પણ પ્રદેશકક્ષાથી વિચારણા થઈ રહી છે. દરમ્યાન ગઈકાલથી જ નવી નિમણુંક માટેનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં વરિષ્ઠ પદ મેળવવા માટેની કવાયતમાં ટોપથી બોટમ સુધીનાં કાર્યકતાઓ જાડાઈ શકે છે અને લોબિંગ પણ શરૂ થશે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews