વિશ્વભરમાં તા.૧ લી જુલાઈનાં રોજ ડોકટર્સ-ડેની ભવ્ય ઉજવણી થાય છે. કહેવાય છે કે ભગવાનનું બીજું સ્વરૂપ ડોકટર હોય છે. તેમજ દરેક પરિવાર તંદુરસ્તી માટે ડોકટરની સલાહ સુચન પ્રમાણે અમલ કરતા હોય છે તેમજ ડોકટર પણ દર્દીઓ સાથે પોતાના પરિવારનાં સભ્ય હોય તેવું વર્તન લાગણી કેળવી તેમની સ્વાસ્થ્ય અંગે સારવારની કાળજી લેતા હોય છે. હાલમાં કોરોના વિશ્વવ્યાપી જંગમાં ડોકટર્સનું પણ મુખ્ય પાત્ર માનવ સેવાનાં આ મહાયજ્ઞમાં અકલ્પનીય અને પાયાનું યોગદાન રહ્યું છે. પોતાના જીવનનાં જાખમે દિવસ-રાત જાયા વગર સેવા ધર્મની સમાજ અને રાષ્ટ્રધર્મ નિભાવે છે. તા.૧ જુલાઈનાં રોજ ડોકટર્સ-ડે નિમિત્તે કે ડોકટર્સને શુભેચ્છા આપવા માટે બાંબુ પ્લાન્ટ ટ્રી, ટેબલ કલોક, ટેબલ ફોટો ફ્રેમ, સ્ટેન્ડ વાળી રીવોકલીંગ ફોટો ફ્રેમ, ડોકટર્સનાં અલગ અલગ લખાણવાળા સેસ, ડોકટર્સને લગતા અલગ અલગ કોટેશન લખેલ તેવા ટેબલ સ્ટેન્ડ બોર્ડ વિવિધ પ્રકારની ટ્રોફી પોલીસ્ટોનનાં શોપીસ ગ્લાસની ફોટો ફ્રેમ જેમાં ડોકટરને લગતા સુવાકયો લખેલા હોય છે કે પ્સુયલ જેમાં ડોકટરને મેસેજ લખીને મોકલી શકો છો. કીચેઈન લેધર વોલેટ પ્રખ્યાત કંપનીઓની પેન તથા બોલપેન રીસ્ટ વોચ મીરર મેજીક ફોટો ફ્રેમ ડોકટર્સનાં લખાણ વાળા મગ સોલાર કીચેઈન આકર્ષક પેકીંગમાં ચોકલેટ, ચોકલેટ બુકે આ ઉપરાંત ડોકટર્સને આપવા માટે શુભેચ્છા કાર્ડસ પણ શહેરમાં વેંચાણ માટે ખુલ્લા મુકાયા છે. આ વર્ષની તદન નવાજ પ્રકારની ફેન્સી ડીઝાઈનમાં વેંચાણ ચાલું થઈ ગયેલ છે. બહેનોએ ખરીદી ચાલું કરી દીધી છે. આ ઉપરાંત કોરોના સામે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સની રાખડી પણ તૈયાર કરાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews