દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ મુદાઓ સાથે ખંભાળિયામાં જિલ્લા શિક્ષણઅધિકારીને તાજેતરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ સાથે એન.એસ.યુ.આઈ.નાં કાર્યકરો દ્વારા થાળી- ચમચી વગાડી વિરોધ કરી, પ્રશ્નોના નિરાકરણ માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. હાલ કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર મુદ્દે હાલાકી પ્રવર્તી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવા, આર.ટી.ઈ.ની પ્રવેશ પ્રક્રિયા ચાલું કરવા, ફી માટે વાલીઓને દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા અને ઓનલાઈન શિક્ષણનું ડિંડક બંધ કરાવવા જિલ્લા શિક્ષણઅધિકારીને એન.એસ.યુ.આઈ. દ્વારા ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ. આ સમયગાળામાં યોગ્ય નિર્ણય ન લેવાતા સોમવારે એન.એસ.યુ.આઈ. કાર્યકરોએ શિક્ષણ અધિકારી કચેરીને તાળાબંધી કરવા પહોંચ્યા હતા અને તાળબંધી કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. આ આંદોલનમાં રહેલા જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઈ માડમની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો પણ સાથે જોડાયા હતા. આ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews