દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે ગઈકાલે બપોરે ઈંધણના ભાવ વધારાના વિરોધમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાના કારણે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખંભાળિયા કોંગ્રેસના કાર્યકરો પણ સામેલ થયા છે. આના અનુસંધાને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા સોમવારે વિરોધ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયાના કાર્યકરોએ પણ જોડાઈને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા આ અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખંભાળિયાના કાર્યકરોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મળેલી સૂચના મુજબ પેટ્રોલ-ડીઝલના કમરતોડ વધારા અને મોંઘવારીના મુદ્દે કાર્યક્રમ યોજવા આદેશ પછી જાગૃત થયેલી અહીંની કોંગ્રેસે આશ્ચર્યજનક કહેવાતા કાર્યક્રમમાં મોટર સાયકલ ચલાવીને ઈંધણના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. આટલું જ નહીં, અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યકરોએ પોતાના વાહનો હંકારીને લઈ જઈને વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર અધિકારીને સુપ્રત કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews