જુન માસનાં અંતિમ દિવસે કોરોનાની જૂનાગઢ શહેરમાં અડધી સદી : જૂનાગઢ જીલ્લામાં કુલ ૧૧ર કેસો

ગુજરાતભરમાં દરરોજને માટે કોરોનાનાં કેસોનો સતત વધારો થઈ રહયો છે અને ગુજરાત રાજયનાં તમામ જીલ્લાઓમાં પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બની રહી છે ત્યારે સોરઠનાં જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ કોરોનાનાં પોઝીટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગઈકાલે જુન માસનાં અંતિમ દિવસે જ કોરોનાએ સદી ફટકારતાં કુલ કેસોની સંખ્યા ૧૧ર જેવી થઈ છે. જે તે વિસ્તારમાં કોરોનાના કેસોને લઈને કન્ટેઈનમેન્ટ એરીયા અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિષયક પગલા ભરવામાં આવી રહયા છે. અનલોક-રનો આજથી પ્રારંભ થઈ રહયો છે અને જનજીવનમાં વધુ છુટછાટો આપવામાં આવી છે. જેને લઈને જનતા જાણે કે ‘ગઢ’ જીતી લીધો હોય અને હવે સૌ મહામારીમાંથી સુખરૂપ મુકત થયા હોય તેમ માની બેદરકારી, બેપરવાહ અને બેફીકરાઈથી નાગરીકો અવર જવર સતત કરી રહયા છે. અને થોડો સમય સંયમ પ્રજા જાળવતી નથી જેને કારણે કોરોનાનાં કેસો ચિંતાજનક ઢબે વધી રહયા છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતા માટે કોરોનાનું વધુ જતું આક્રમણ ડેન્જર સીગ્નલ આપે છે.
જૂનાગઢમાં ગઈકાલે આવેલા ૯ કેસ સાથે જૂનાગઢ શહેરી વિસ્તારમાં કોરોનાએ ફીફટી લગાવી છે. કુલ કેસ પ૦ થયા છે. જૂનાગઢ શહેરમાં સૌથી વધુ ગઈકાલે જાષીપરામાં પાંચ કેસ આવ્યા છે. જેમાં જાષીપરામાં શિવાનીનગરમાં શ્યામ એપાર્ટમેન્ટમાં પ૦ વર્ષનાં એક પુરૂષ, સુભાષનગરમાં ૬૦ વર્ષીય એક મહિલા, નીલમધારા એપાર્ટમેન્ટમાં ૬ર વર્ષનાં વૃધ્ધ તેમજ સુંદરવન સોસાયટીમાં પ૦ વર્ષનો પુરૂષ અને શાંતેશ્વર રોડ ઉપર શકિતનગર-૧માં ર૭ વર્ષનો યુવાન કોરોનાની લપેટમાં આવી ગયા છે. જયારે છાંયાબજારમાં કાળાપાણીની સીડી પાસે રહેતા ૩૮ વર્ષના યુવાન અને મધુરમમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના વૃધ્ધ, શ્રીનાથનગરમાં ર૯ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે જૂનાગઢ શહેરની ત્રિમૂર્તિ હોસ્પીટલમાં અગાઉ પોઝીટીવ આવેલા એક યુવાન મંગેતર ર૧ વર્ષની જેતલસરની યુવતીને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ યુવતી અહીં હોસ્પીટલમાં કામ કરે છે.
જયારે જૂનાગઢ જીલ્લામાં વિસાવદરનાં લીમધ્રા ગામે તા. ર૭ જુનનાં રોજ સુરતથી આવેલા રપ વર્ષના યુવાન અને ૩૩ વર્ષના યુવાન જેઓ બંને સુરતથી આવ્યા બાદ વાડી વિસ્તારમાં જ રહેતા હતાં. તે બંનેનાં રીપોર્ટ પોઝીટીવ આવતાં વિસાવદરમાં કુલ કેસનો આંક ૧ર થયો છે. તેમજ મેંદરડામાં અમદાવાદથી આવેલો એક યુવાન પણ સંક્રમિત બન્યો હતો અને તેના લક્ષણો જાવા મળ્યા બાદ તેનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. તેમજ માણાવદરમાં ર૪ વર્ષીય મહીલા અને ભેંસાણનાં મેંદપરામાં ૩પ વર્ષનો યુવાનનો પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. આ સાથે કુલ ૧૪ કેસ નોંધાયા હતાં. જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાએ સદી વટાવી છે. કુલ કેસ ૧૧ર થયા છે ત્યારે તેમાંથી અત્યાર સુધીમાં ૬૪ લોકો કોરોનાને માત આપીને સાજા થઈને ઘરે ગયા છે. જયારે ત્રણ વ્યકિતનાં મોત નિપજયા છે. હાલ જૂનાગઢ જીલ્લામાં કુલ ૩૯ કેસ એકટીવ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!