કોડીનાર તાલુકાનાં દેવડી ગામે જમીન મુદ્દે ધીંગાણું : પ્રૌઢની હત્યા

કોડીનાર તાલુકાનાં દેવડી ગામે ગ્રામ પંચાયતની જમીનનાં મુદ્દે ગઈકાલે મોડી રાત્રે ધીંગાણું થતાં આ ધીંગાણામાં ઘવાયેલાં પ્રૌઢનું જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર દેવડી ગામે ગ્રામ પંચાયતની જમીનનાં કબ્જા અને બાંધકામની તકરારમાં મોડી રાત્રે બે જુથો વચ્ચે ધીંગાણું થયું હતું. દેવડીનાં રહેવાસી અને કોડીનાર યુનિયન બેંકનાં નિવૃત્ત કર્મચારી બાબુભાઈ અરસીભાઈ બારડ (ઉ.વ.૬ર)ને ગંભીર ઈજા થતાં પ્રથમ કોડીનાર અને ત્યાંથી તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. દેવડી ગામનાં પ્રૌઢનાં મૃત્યુની ઘટનાને પગલે ગઈકાલે મોટી સંખ્યામાં ગ્રામજનો જૂનાગઢ સિવિલ ખાતે દોડી આવ્યા હતા અને દેવડી ગામે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ હત્યાનાં ઘેરા પ્રત્યાઘાતને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે અંગે પોલીસ તકેદારી રાખી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!