Thursday, January 21

મેંદરડા ખાતે મકાન ખાલી કરવાનાં પ્રશ્ને પતિ દ્વારા પત્નિ ઉપર જીવલેણ હુમલો : સાસુ પણ ઈજાગ્રસ્ત

જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા સાતવડલા હનુમાન મંદિર સામે બનેલા એક બનાવમાં પતિએ પત્નિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતાં ઈજાગ્રસ્ત બનેલી પરણિતાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવનાં અનુસંધાને પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦૭ સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર હાલ રાજકોટ રૈયાધાર રામાપીર ચોકડી પાસે રહેતાં મધુબેન રવજીભાઈ બારૈયાએ પોલીસમાં આ કામનાં આરોપી રવજી લાખાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી તથા આરોપી પતિ-પત્નિ થતાં હોય બંને વચ્ચે અણબનાવ બનતા અલગ-અલગ રહેતા હોય તેમજ બંને વચ્ચે પોતાના સંતાનો રાખવા બાબતે ઝઘડો ચાલતો હોય અને આરોપી ફરીયાદી બેનના માલીકીનાં મકાનમાં રહેતા હોય અને ફરીયાદીએ મેંદરડા તેના ઘરે આવી આરોપીને પોતાની માલીકીનું મકાન ખાલી કરવાનું કહેતાં આરોપી ઉશ્કેરાઈ જતા ફરીયાદીબેનને મારી નાંખવાનાં ઈરાદે ગેરકાયદેસર હથિયાર ધારણ કરી છરીનાં ઘા કરી અને ફરીયાદી મધુબેનને આડેધડ દશેક જેટલા ઘા પીઠમાં, પડખામાં, હાથમાં તથા પગમાં મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી તેમજ ફરીયાદીને બચાવવા તેણીની માતા જયાબેન ડાભી વચ્ચે પડતાં તેને પણ હાથમાં છરી વડે ઈજા કરતાં પોલીસે આ બનાવ અંગે વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!