દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ બુધવારે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાયદાકીય લેણાની જાગવાઈ બાદ માર્ચ ૨૦૨૦માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની ચોખ્ખી ખોટ ૭૩,૮૭૮ કરોડ રૂપિયા નોંધાઈ છે. આ ખોટ કોઈ પણ ભારતીય કંપનીને થયેલું સૌથી મોટું વાર્ષિક નુકસાન છે. અદાલતે આદેશ આપ્યો હતો કે, કાયદાકીય લેણાની જાગવાઈમાં નોન ટેલિકમ્યુનિકેશન્સની આવકનો પણ સમાવેશ કરાશે, ત્યારબાદ કંપનીને રૂ.૫૧,૪૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપનીએ જણાવ્યું કે, આ મામલા બાદ કંપનીનું કામ ચાલુ રાખવાને લઈને ગંભીર શંકાઓ ઊભી થઈ. વોડાફોન આઈડિયાએ શેર બજારને જણાવ્યું હતું કે, માર્ચ ક્વાર્ટર દરમ્યાન તેનું ચોખ્ખું નુકસાન રૂ.૧૧,૬૪૩.૫ કરોડ થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.૪,૮૮૧.૯ કરોડ અને ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૯ ક્વાર્ટરમાં રૂ.૬,૪૩૮.૮ કરોડ નોંધાયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, માર્ચ ૨૦૨૦ના ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવક ૧૧,૭૫૪.૨ કરોડ રૂપિયા નોંધાઈ છે. ગયા નાણાકીય વર્ષ દરમ્યાન કંપનીને રૂ.૭૩,૮૭૮.૧ કરોડનું નુકસાન થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન વોડાફોન આઈડિયાને ૧૪,૬૦૩.૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews