ગુજરાતમાં પેટાચૂંટણી બાદ કોંગ્રેસના બે યુવા નેતાઓના ભાવિનો ફેંસલો થશે

0

રાજ્યસભાની પેટાચૂંટણી અગાઉ આઠ-આઠ ધારાસભ્યોએ કોંગ્રેસના હાથ છોડી દેતા હડકંપ મચી ગયો હતો. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે મતો ઓછા પડતા કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. આથી આની ગંભીર નોંધ લઈ કોંગ્રેસ હાઈકમાન્ડ આગામી પેટાચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાના ભાવિનો નિર્ણય કરે તેવી શકયતા છે. ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને વર્ષો બાદ ૭૭ બેઠક મળી હતી. ત્યારબાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રાહુલ ગાંધીની નિમણૂંક થતાં તેમણે યુવા ચહેરાઓને આગળ કરવા સિનિયરોની નારાજગી વ્હોરીને પણ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની નિમણૂંક કરી હતી. જા કે આ બંને નેતાઓ વચ્ચે ૩૬નો આંક હોવાથી પક્ષમાં આંતરિક વિખવાદ વધવા લાગ્યો હતો. ધારાસભ્યોમાં પણ નારાજગી જાવા મળી હતી. જેનો ભાજપે ભરપૂર ગેરલાભ ઉઠાવી કોંગ્રેસના એક પછી એક કાંગરા ખેરવવા માંડંયા હતા. રાજ્યસભાની અગાઉ જાહેર થયેલી ચૂંટણી અગાઉ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ લોકડાઉનને કારણે ચૂંટણી મોકૂફ કરી હતી જે ગત મહિને પુર્ન: યોજાઈ હતી. તે અગાઉ કોંગ્રેસના બીજા પાંચ ધારાસભ્યોની વિકેટ પડી ગઈ હતી. આમ બે યુવા નેતાઓ વચ્ચેના ટકરાવને કારણે કોંગ્રેસના ધારાસભ્યોમાં વકરેલા અસંતોષનો ભાજપે (ગેર)લાભ ઉઠાવી કોંગ્રેસના ધારાસભ્યોને ફોડી નાંખતા કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં એક બેઠકનું નુકસાન થયું હતું. આ બાબતની નોંધ લઈ રાહુલ ગાંધીએ અમિત ચાવડા અને પરેશ ધાનાણીને દિલ્હી બોલાવ્યા હતા અને કડક ભાષામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જા તમે સાથે મળી કામ કરી શકતા ન હોવ તો અન્યોને જવાબદારી સોંપવામાં આવશે. પક્ષને નુકસાન થાય તેવી કામગીરી ચલાવી લેવાશે નહીં. અન્ય ઘણાં તરવરિયા નેતાઓ જવાબદારી લેવા તૈયાર છે. તેમ છતાં હજી સુધી કોઈ ફેર પડ્યો હોય તેમ ન જણાતા કોંગ્રેસ હાઈકમાન્ડ પેટા ચૂંટણીની રાહ જાઈ રહ્યું છે. પરિણામો બાદ આ બંને નેતાઓના ભાવિનો ફેસલો કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!