સમગ્ર ગુજરાતનો પ્રથમ કિસ્સો : કોરોના પોઝીટીવ સહિત મલ્ટીપલ ઓર્ગન ફેઈલયોર બાળકને સંજીવની સારવાર

0

આપણે ત્યાં કહેવત છે ‘રામ રાખે તેને કોણ ચાખે’ જે આજે કોરોના સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ૧૦ વર્ષના બાળક સંજય કરશનભાઇ વાઘેલાના કિસ્સામાં સાચી પડી છે. કોરોના થતા સંજયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત તાં.૨૯ મેનાં રોજ દાખલ કરાયો હતો. કોરોનાનાં લક્ષણો બાળકોમાં મોટાભાગે સામાન્ય હોય છે. પરંતુ આ બાળકનો કિસ્સો સમગ્ર ગુજરાતમાં પ્રથમ હતો કે વયસ્ક લોકોમાં જોવા મળતા ફેફસા, કિડની અને હાર્ટનાં પ્રોબ્લેમ જોવા મળ્યા. બંને ફેફસામાં ન્યુમોનિયાની અસર સાથે પાણી ભરાય ગયું હતું. એક કિડની કામ કરતી બંધ થઈ ગયેલી જ્યારે બીજી કિડની પહેલેથી કામ કરતી નહોતી જેવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળક હતું. ડોક્ટરો માટે આ કેસ નવો હોય તેમણે એક્સપર્ટ અભિપ્રાય સાથે સારવાર શરૂ કર હતી અને સઘન સારવાર બાદ કોરોનાને મહાત આપી સંજય તા.૨૦ જૂનનાં રોજ બીમારીમાંથી હેમખેમ બહાર આવ્યો હતો. આજે તે સારી રીતે તમામ ક્રિયાઓ કરી શકે છે જેનો શ્રેય સિવિલનાં ડોક્ટરોને ફાળે જાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!