જૂનાગઢ તાલુકાનાં બગડુ નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત : દંપતિનું ઘટના સ્થળે જ મૃત્યું

0

જૂનાગઢ તાલુકાનાં બગડુ ગામ નજીક ગઈકાલે કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક દંપતિનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ થવાનાં બનાવનાં પગલે બગડુ અને આસપાસનાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢનાં બગડુ ગામે રહેતાં એક લોહાણા દંપતી બાઈક ઉપર મોડી સાંજે જૂનાગઢ તરફ આવી રહ્યું હતું. ત્યારે એક કાર ચાલકે તેની સાથે ગંભીર અકસ્માત સર્જતા આ દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈને તાલુકા પોલીસ દોડી ગયેલ હતી. જૂનાગઢનાં બગડુ ગામે રહેતાં અને મુળ જૂનાગઢનાં વતની દેવલ અશોક કાનાબાર (ઉ.વ.૪૦) અને તેના પત્ની તેજલ દેવલભાઈ કાનાબાર (ઉ.વ.૩૦) બંને સાંજે ૭ વાગ્યાના અરસામાં બાઈક ઉપર બગડુ ગામેથી જૂનાગઢ તરફ આવી રહ્યાં હતાં. ત્યારે ગામની નજીક જ એક કાર ચાલકે તેમને હડફેટે લઈ લેતા તેઓ રોડ ઉપર ફસડાઈને પડ્યાં હતાં અને બંનેને ગંભીર ઈજા થવાથી તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસનાં લોકોએ એકત્ર થઈ ગયેલ હતા. દરમ્યાન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.જે.પટેલ અને સ્ટાફે બનાવનાં સ્થળે દોડી જઈ અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને રસ્તા ઉપર થયેલાં ટ્રાફિકજામને નિયંત્રણ કર્યું હતું અને અકસ્માત સર્જનાર ફોરવ્હીલનાં ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે જૂનાગઢ જવાહર રોડ ઉપર વિશળવાવ પોલીસ ચોકી પાસે રહેતાં અશોકભાઈ નારણભાઈ કાનાબાર (ઉ.વ.૭પ)એ પોલીસમાં આ કામનાં આરોપી ફોરવ્હીલ કાર નં.જીજે ૦૩ કેપી ૭૬૬૪નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ પોતાનાં હવાલાની ફોરવ્હીલ કાર પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી સામેથી આવતા ફરીયાદીનાં દિકરા દેવલભાઈ તથા તેમનાં પત્ની તેજલબેનની સાથે અથડાવી તેમનું મોત નિપજાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!