લોકડાઉનમાં પપ લાખ કર્મચારીઓએ પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડ્યા

દેશનાં કરોડો લોકોની સામે સંકટની સ્થિતિ ઉભી થઈ છે. ઘણાં લોકોએ તેમની નોકરી ગુમાવી દિધી છે. ઘણાનો પગાર કાપી લેવામાં આવ્યો છે. વેપાર, ઉદ્યોગો, નોકરીયાતો, છુટક વેપારી અને લોકો ઉપર આર્થિક દબાણ વધી ગયું છે. નોકરી અને પગાર ગુમાવવાને કારણે લોકોની સામાન્ય જરૂરીયાતો પુરી થતી નથી. આવીસ્થિતિમાં લોકોને તેમના પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા પડ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લાં
૩ અઠવાડિયામાં ૧ લાખથી વધુ લોકોએ તેમના નિવૃત્તિ બચત ભંડોળમાંથી પૈસા પાછા ખેંચી લીધા છે. લોકડાઉન હોવા છતાં પપ લાખથી વધુ દાવાની પતાવટ કરી હતી. ઈપીએફઓમાંથી પૈસા પાછા ખેંચવાનો સમયગાળો
૩૦ જૂન ર૦ર૦નાં રોજ સમાપ્ત થયો છે. જેમાં ગુજરાતમાં ૮ લાખ લોકોએ પોતાનું પીએફ ઉપાડી લીધું છે. હજુ ખતરનાક દિવસો આવી રહ્યાં છે. ગુજરાતમાં ર૦ લાખ લોકોએ પોતાની પીએફની રકમ ઉપાડી લેવી પડે એવી સ્થિતિ હવે પછીનાં મહિનામાં આવી શકે છે. જા કે આ તો અંદાજા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનનાં આંકડા જણાવે છે કે લોકડાઉન દરમ્યાન છેલ્લાં ૩ મહિનામાં ઘણા લોકોએ તેમની પાસેથી પૈસા ઉપાડવા માટે અરજી કરી છે. છેલ્લાં ૩ અઠવાડિયામાં
૧ લાખથી વધુ લોકો પૈસા પાછા ખેંચી લીધા છે. ૧ એપ્રિલથી પપ લાખથી વધુ લોકોએ પૈસા પાછા ખેંચ્યા છે. એકસાથે પ૮ લાખ દાવાની પતાવટ કરવામાં આવી છે. આ દાવાઓના સમાધાન દ્વારા ઈપીએફઓએ ૧પ હજાર કરોડની રકમ જાહેર કરી છે. ૯ જૂનથી ર૯ જૂન વચ્ચે, ર૦ લાખ લોકોએ તેમની બચત પાછી ખેંચી લીધી છે. આ આંકડો આઘાતજનક છે. કારણ કે ભારત સરકારે ૩૧ મે પછી લોકડાઉનને દુર કરીને ૧ અનલોક કરવાની ક્રિયા શરૂ કરી હતી. છતાં તેના લોકોની આર્થિક જરૂરીયાતો પુરી થતી નથી. ૧પ હજાર રૂપિયા કે તેથી ઓછા પગાર ધરાવતાં લોકોની નોકરી જવાથી બચત વાપરી નોકરી જવાના કારણે અને મંદીના કારણે જ સૌથી વધુ પૈસા ઉપાડીને પોતાનું ઘર ચલાવવું પડ્‌્યું છે. વેપાર ઉદ્યોગોમાં કોઈ વેપાર થતો નથી.
એકમો પણ આર્થિક સંકટમાં ફસાયા છે. ૧પ હજાર રૂપિયા કે તેથી ઓછા પગાર ધરાવતાં લોકોની નોકરી જવાથી અથવા પગારમાં ઘટાડો થવાની સ્થિતિમાં જ આ વર્ગના લોકો વધુ ઈપીએફઓ ખાતામાંથી પૈસા ઉપાડે છે. આ વર્ગ કટોકટીનાં સમયમાં પોતાનું ગુજરાન ચલાવવામાં અસક્ષમ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!