ઓગષ્ટના છેલ્લાં સપ્તાહમાં સંસદનું ચોમાસું સત્ર બોલાવવાની હિલચાલ

સરકાર ઓગષ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં અથવા તો સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયામાં સંસદનું મોન્સુન સત્ર બોલાવવા માટે વિચાર કરી રહી છે. જેમાં કાર્યવાહી દરમ્યાન સભ્યો ઉપÂસ્થત થઈ શકે. સુત્રોનું કહેવું છે કે કોરોના વાયરસનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા સત્ર કેવી રીતે આયોજીત થઈ શકે. સરકારનાં સુત્રોએ કહ્યું હતું કે સત્ર અવધિ અને આયોજનની રીત સત્રની શરૂઆતનાં સમયમાં તો સમયની પરિÂસ્થતીને જાઈને નિર્ભર કરશે. જા કે કેન્દ્ર સરકારની ઈચ્છા પૂર્ણ સત્ર આયોજીત કરવાની છે. સુત્રોએ કહ્યું હતું કે ઘણા એવા વટહુકમ છે જેને સંસદમાં રજુ કરવાની આવશ્યકતા છે જેથી સત્ર સામાન્ય અવધીનું હશે. સરકારનાં એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સંસદનું મોન્સુન સત્ર નિશ્ચિતરૂપે રર સપ્ટેમ્બર પહેલાં શરૂ થઈ જશે કારણે બંને સત્રો વચ્ચે છ મહિનાથી વધારે અંતરાળ હોઈ શકે નહીં. સંસદનું બજેટ સત્ર નિર્ધારિત હતું પરંતુ તેની પહેલાં ર૩ માર્ચનાં રોજ સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગતિ કરી દેવામાં આવ્યું છે. સુત્રોનું કહેવું છે કે ઘણાં વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાં એક વિકલ્પ એ છે કે લોકસભાની બેઠક કેન્દ્રીય કક્ષામાં થાય તો રાજયસભાની બેઠક લોકસભામાં આયોજીત કરવામાં આવે.
આ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજયસભાના સભાપતિ વેકૈયા નાયડુ સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોની સાથે-સાથે સંસદનાં મોન્સુન સત્ર આયોજીત કરવા ઉપર ચર્ચા કરી રહ્યાં છે. બિરલા અને નાયડુ બંને ભવિષ્યનો વિકલ્પ રજુ કરીને ડિજીટલ સંસદની સંભાવના ઉપર વિચાર કરી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!