યુનોમાં ડ્રેગનને તમાચો : ભારત વિરોધી પગલાને જર્મની-અમેરિકાએ અટકાવ્યો : ચીનની બાજી ઉંધી વળી

0

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગઈકાલે સાંજે ચીનને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે તેના એક પ્રેસ વકતવ્યને અમેરિકાએ અંતિમ ક્ષણોમાં તેનો વિરોધ દર્શાવીને તેને રોકી દિધું હતું. જા કે ચીને સોમવારે કરાંચી સ્ટોક એક્ષચેન્જમાં થયેલા ત્રાસવાદી હુમલાની ટીકા કરીને ભારત વિરૂધ્ધ તેની આ ચાલ ચાલી હતી. પરંતુ તેના આ પ્રસ્તાવ ઉપર બે અલગ-અલગ દેશો દ્વારા વિરોધ દર્શાવાથી તેને ઝાટકો લાગ્યો છે. આ પ્રેસ વકતવ્યમાં મોડું કરાતા અમેરિકા બીજા દેશ હતો તે પહેલા જર્મનીએ મંગળવારે આ નિવેદનને બહાર પાડવાના કેટલીક મિનિટ પહેલા તેમનો વિરોધ દર્શાવીને તેને રોકાવી દીધો હતો. બંને દેશોનું આ પગલું ભારતની સાથે તેના મજબુત સંબંધો તરફથી એક શાંત ઈશારો છે. તે પહેલા પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી અને પાકિસ્તાની વડા ઈમરાન ખાને કરાંચી સ્ટોક એક્ષચેન્જમાં થયેલા આ હુમલાનો આરોપ ભારત ઉપર લગાવ્યો હતો. આ હુમલામાં ચાર સુરક્ષા ગાર્ડ, એક પોલીસ અધિકારી અને ૪ ત્રાસવાદીઓ સહિત ૯નાં મોત થયા હતાં. ચીન આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યકત કરીને પાકિસ્તાનની સાથે તેમના મજબુત સંબંધોને દર્શાવવાનાં હેતુથી આ ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો હતો અને યુએનએસસીનાં નિયમો મુજબ ન્યુયોર્કનાં સ્થાનીક સમયાનુસાર જા કોઈ પણ સભ્ય સાંજે ૪ વાગ્યા સુધી તેના ઉપર વિરોધ નહીં કરે તો કરાર પાસ ગણાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!