વિદ્યાર્થીઓના રોષ અને કેન્દ્રની સુચનાથી ગુજરાત સરકારને યુનિવર્સીટીઓની પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી હતી. ગુજરાત ટેકનીકલ યુનિ. દ્વારા શરૂ કરવામાં આવનાર પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ કેન્દ્ર સરકારમાંથી સૂચના આવતા ગુજરાત રાજયના શિક્ષણ વિભાગે નાકલીટી તાણી તમામ પ્રકારની પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવી પડી હતી. કેન્દ્ર સરકારે જુલાઈ સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે કેબીનેટની બેઠક બાદ રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએજાહેરાત કરી હતી કે જીટીયુની પરીક્ષા આવતીકાલે યોજાશે અને આ માટે ૩૫૦ થી વધુ કેન્દ્રો ઉપર તૈયારી કરી લેવાઇ છે. દરમ્યાન શિક્ષણમંત્રીએ હાલ દરેક પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ભારે આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રએ ૧ જુલાઈ સુધી શાળા – કોલેજો બંધ રાખવા ગાઈડલાઈન બહાર પાડી હોવા છતાં ગુજરાતમાં આશરે ૫૫ હજાર જેટલા છાત્રોની પરીક્ષા લેવાનું જોખમ સરકારે ઉઠાવતા વાલીઓ અને પરીક્ષાર્થીઓમાં પણ ઉગ્ર વિરોધ ઉઠાવ્યો હતો. આમ છતા જીટીયુના વાઈસ ચાન્સલેર નવીન શેઠ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના કાળમાં આગ સાથે ખેલવાનો કરેલો અખતરો ઉંધો પડ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews