Thursday, January 21

ગુજરાતમાં અંદાજે ૪૦ હજાર જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા અટકાવી દેવાય છે

સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્નઃ શરૂ કરવા શિક્ષીત બેરોજગારો દ્વારા જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર અપાયા છે. ઘણા લાંબા સમયથી (લગભગ ૩થી ૪ વર્ષથી) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી  છે. ફકત નિમણૂંક આપવાની જ બાકી છે. તો પણ સરકાર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અને સરકારી ઢીલાશને કારણે પરીક્ષા લેવાની બાકી છે અને કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવતી નથી અને આવી તો ગુજરાતમાં અંદાજીત ૪૦૦૦૦ જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ અલગ તબકકે અટકાવી દીધેલી છે. રજૂઆત કરતા વધુમાં જણાવ્યું કે, જે ભરતીમાં માત્ર નિમણુંક આપવાની બાકી છે તે આપી દેવામાં આવે (શરતી નિમણુંક પણ અમને માન્ય છે.), જે ભરતીની પ્રાથમિક /મુખ્ય પરીક્ષા કે કોમ્પ્યુટર ટેસ્ટ કે ઈન્ટરવ્યુ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે (શરતી પરીણામ પણ આવકાર્ય છે.), જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે. વહેલામાં વહેલી તકે અમારી માંગણીને ધ્યાને લેવામાં આવે અને તેને યોગ્ય ન્યાય આપવામાં આવે. જો ઝડપથી ન્યાય આપવામાં નહીં આવે, કે ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે તો ના છૂટકે શિક્ષિત બેરોજગાર યુવાનો ગાંધીનગર ખાતે ગાંધીચિંધ્યા માર્ગે એકઠા થઈને ન્યાય મેળવવાના રસ્તે ચાલશે. એલઆરડી તમામ બહેનો તથા વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા નકકી કરવામાં આવ્યું છે કે, તા.૧૦/૭/૨૦ સુધીમાં એલઆરડી બહેનોને હાજર કરવામાં નહીં આવે તો ફરી એકવાર ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!