જૂનાગઢ શહેરના છ કોરોના પેશન્ટે ઘરબેઠા સારવાર મેળવી કોરોનાને માત આપી છે. જૂનાગઢ શહેરના પ્રકાશ જાદવ,મીલન જોષી,દિનેશ સાગઠીયા,રમણીક પટ્ટણી,રમેશ અગ્રાવત અને રવિ માલકીયા એમ છ પેશન્ટને હોમ આઇસોલેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ ના દર્દીઓને જૂનાગઢ જિલ્લામાં હોમ આઇસોલેશનમાં પણ હોસ્પિટલ જેવી સુવિધા-સારવાર ઘરબેઠા મળે છે. જિલ્લામાં હાલ ૧૦૮ કોરોના પેશન્ટ પૈકી ૨૨ કોરોના પેશન્ટ હોમ આઇસોલેશનમાં ઘરબેઠા સારવાર આપવામાં આવી હતી. જે પૈકી છ પેશન્ટ સ્વસ્થ થતા હોમ આઇસોલેશનમાંથી મુક્ત કરાયા હતા. હોમ આઇસોલેટેડ દર્દીઓને હોસ્પિટલમાં અપાતી એન્ટી બાયોટિક,એન્ટી વાયરલ, મલ્ટી વીટામીન અને પ્રોફાઇલ લેક્સીસ કોરોના પ્રોટોકોલ મુજબ આપવામાં આવે છે તેમ જિલ્લા એપેડેમીક ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસે જણાવ્યું છે. જે પેશન્ટને ઈંજેક્શનની જરૂર નથી બાટલાની કે અધતન સારવારની જરૂરત નથી તેવા તમામ કોરોના પેશન્ટને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. આવા દર્દીઓનું ઘરે બે વખત આૅક્સીજન લેવલ અને ટેમ્પરેચર આરોગ્યકર્મી દ્વારા માપવામાં આવે છે અને આમ છતાંય કોઈ તકલીફ થાયતો પોલીસ કંટ્રોલ રૂમ ઉપર કે જૂનાગઢ આરોગ્ય ટીમને જાણ કરી હોસ્પીટલમાં તુરંત રિફર કરવામાં આવે છે તેમ ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું. હોમ આઇસોલેટેડ દર્દીને ઘરે તાવ,શ્વાસમાં તકલીફ પડે કે અન્ય કોઈ સમસ્યા આવે તો રિફર કરાઈ છે તેમ જણાવી
ડો. વ્યાસે કહ્યું કે કોરોના દર્દીને ઘરે સારવાર મળતા તેને ઘરનું વાતાવરણ અને માનસીક સંતોષ પણ મળે છે અને બીજી કોઈ બીમારી નથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews