ધો.૧ર વિજ્ઞાનપ્રવાહનાં નબળા પરિણામથી ડિગ્રી ઈજનેરી કોર્ષમાં ૩પ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના

0

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નબળુ આવતા ડિગ્રી એન્જીનીયરીંગમાં માત્ર ૩૩ર૮૬ વિદ્યાર્થીઓ જ પ્રવેશને પાત્ર બનશે. આમ ૩પ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના છે.
ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી કોર્સીસમાં પ્રવેશ માટે સરકારની એડમિશન કમિટી દ્વારા વિધિવત તારીખો જાહેર કરાઈ છે અને જે મુજબ તા.૯ જૂલાઈથી ઓનલાઈન રજીસ્ટ્રેશન સાથે ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થી પિન નંબર વગર જ રજીસ્ટ્રેશન કરી શકશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૮ ઓગષ્ટ સુધી ચાલશે અને આગળનો પ્રવેશ કાર્યક્રમ પછીથી જાહેર કરાશે. આ વર્ષ વિદ્યાર્થીએ ગુજકેટ સીટ નંબર, પિન નંબર અને કી નાખી પાસવર્ડ જનરેટ કરી રજીસ્ટ્રેશન કરવાનું હતું પરંતુ હવે પ્રથમવાર નેટ બેન્કીંગ, યુપીઆઈ, ડેબિટકાર્ડ સહિતના માધ્યમથી ઓનલાઈન રકમ ચુકવી પડશે. ગુજકેટની એન્જિનીયરીંગ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા તા.૩૦ જૂલાઈના રોજ લેવામાં આવશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માન્ય સમગ્ર ગુજરાતમાં લગભગ ર૦ જેટલી સરકારી અને અંદાજિત ૧૧૬ સેલ્ફ-ફાઈનાન્સ એમ થઈ કુલ ૧૩૬ જેટલી એન્જિનીયરીંગ કોલેજોમાં ૭૦,૦૦૦થી વધુ સીટો છે, જ્યારે પાસ થનાર વિદ્યાર્થીઓ માત્ર ૩૩,૨૮૬ છે. આ સંજોગોમાં એન્જિનીયરીંગમાં ૩૫,૦૦૦થી વધુ સીટો ગતવર્ષની જેમ ખાલી રહેવાની સંભાવના ખૂબ જ પ્રબળ છે.
માટે કોઈપણ વિદ્યાર્થી અને વાલીએ પ્રવેશ મેળવવા માટે વધારાની ફી કે ડોનેશન આપીને દોડા-દોડ કરીને પાછળથી પસ્તાવાની જરૂર નથી અને એસીપીસી એટલે કે, એડમીશન કમિટી ફોર પ્રોસેશનલ કોર્સીસ દ્વારા ગુજકેટના ૪૦ ટકા માર્કસ અને ગુજરાત બોર્ડના ૬૦ ટકા માર્કસના આધારે મેરીટ માર્કસનું લીસ્ટ બનાવવામાં આવે છે. આ મેરટીના આધારે રાજ્યભરની એન્જિનીયરીંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!