દ્વારકા જીલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ જીલ્લામાં કુલ પોઝીટીવ કેસનો આંક ર૭ ઉપર પહોંચ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ભાણવડ તાલુકાનાં વાનાવડ અને જામ રોજીવાડા તથા ખંભાળીયા તાલુકાનાં આહીર સીંહણ ગામના એક-એક કેસનો સમાવેશ થાય છે.
અકસ્માતે આધેડનું મોત
દ્વારકાનાં રબારી પાડા વિસ્તારમાં રહેતા માલાભાઈ નાથાભાઈ ધાધર (ઉ.વ. પ૦)ને કાર નં. જીજે-પ-જે.એ. ૦૩૧રએ હડફેટે લેતાં માલાભાઈ ધાધરનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું છે.
અકસ્માતે યુવાનનું મોત
ખંભાળીયા તાલુકાનાં પીપળીયા ગામનાં ભીખુભાઈ શામરાભાઈ અસ્વાર (ઉ.વ. ૩૪) બાઈક ઉપર જતાં હતાં ત્યારે ટ્રક નં. જીજે-ર-ઝેડઝેડ ૩૧૦પનાં ચાલકે હડફેટે લેતાં મૃત્યું નિપજયું હતું. મૃતક યુવાનને બે પુત્ર તથા એક પુત્રી હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!