જૂનાગઢ સહિત રાજયભરમાં દિવસે-દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજના છ કલાક સુધીમાં કોરોનાનાં વધુ એક સાથે ૭ કેસો આવતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. સત્તાવાર રીતે પ્રાપ્ત વિગત અનુસાર રર વર્ષિય યુવતી ગિરનાર હાઈર્ટસ એપાર્ટમેન્ટ ઈ-વિંગ, ૬૩ વર્ષિય પુરૂષ સી-૧૦ ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ જલારામ સોસાયટી, ૪૮ વર્ષિય પુરૂષ કૃષ્ણનગર જાષીપરા અને ૬૮ વર્ષિય મહિલા ગાંધીગ્રામ શેરી નં.પ, ૧ર વર્ષિય કિશોરી ગોધાવાવની પાટી-૧, રપ વર્ષિય મહિલા માત્રી રોડ, રર વર્ષિય યુવાન નાગર રોડ વિસ્તારનાં છે અને તેઓને તાત્કાલિક જૂનાગઢ હોસ્પટલ ખાતે ખસેડવામાં આવેલ છે. તેમજ તત્કાલ તેમના વિસ્તારમાં કોરેન્ટાઈન અને બફર ઝોન જાહેર કરવા કામગીરી શરૂ કરાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews