પેટ્રોલ પંપનાં માલિકોએ ખેડૂતોની ઉપજ ખરીદી તેના બદલામાં પેટ્રોલ-ડીઝલ આપ્યું

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસના ચેરમેન મનીષભાઈ નંદાણીયા અને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં થયેલ ઉપજ પેટ્રોલ પંપ ઉપર લઈ જઈ પેટ્રોલ-ડીઝલ ખરીદીને ભાવ વધારા મુદે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જૂનાગઢમાં જૂનાગઢ જીલ્લા કોંગ્રેસના ચેરમેન મનીષભાઈ નંદાણીયા ખેડૂતો અને ખેડૂત આગેવાન દ્વારા પેટ્રોલ પંપે જાઈ પોતાના ખેતરમાં થયેલ ઉપજ આપી અને પેટ્રોલ અને ડીઝલની ખરીદીની માંગણી કરવામાં આવી અને આ રીતે ખેડૂતોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતો પોતાના ખેતરમાં ઉગેલી મગફળી, જુવાર વગેરે પાકો લઈ ગાડીમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવવા ગયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો પોતાની આર્થિક પરિસ્થિતિની સરકારને વાકેફ કરાવવા માંગતા હોય તેવું સ્પષ્ટ નજરે દેખાય રહ્યું છે. હાલ ખેડૂતોની હાલત ખુબ કપરી છે જેથી તેઓ પોતાના ખેતરની ઉપજ આપી અને પેટ્રોલ ડીઝલ ખરીદવા મજબૂર બન્યા છે. શરૂઆતમાં પેટ્રોલ પંપના માલિકો પણ આ ઉપજ સ્વીકારવાની ના પાડી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ ખેડૂતોની મુંઝવણને ધ્યાન લઇ પેટ્રોલ પંપના માલિકોએ પણ ઉપજના બદલામાં પેટ્રોલ ડીઝલનું વેંચાણ કરી માનવતા દાખવી અને ખેડૂતોની મુશ્કેલીનો હલ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આ વિરોધ પ્રદર્શન દ્વારા ખેડૂતો પોતાની સાચી પરિસ્થિતિ શું છે તે દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સરકાર પાસે મોંઘવારી દૂર કરવા માંગણી કરી રહ્યા છે અને ખેતીવાડી અત્યારે ડીઝલ આધારિત હોય ડિઝલમાં સબસીડીની માંગ કરી રહ્યા છે તેમજ સરકારને વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે એકસાઇઝ ડ્‌યૂટી ઘટાડી આ અંગે યોગ્ય પગલા ભરવા અનુરોધ ખેડૂતોએ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!