ગુજરાત રાજ્યમાં હવે એક્ષપ્રેસ બસોનું કરફયુ દરમ્યાન પરિવહન થઈ શકશે

0

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ અનલોક-રની ગાઈડલાઈનને લઈ ગુજરાત સરકારે હવે રાજયમાં રાત્રિની લાંબા રૂટની એક્ષપ્રેસ બસોનું પરિવહન શરૂ કરવાની લીલીઝંડી આપી છે જાકે, રાત્રિના કરફયુના અમલ સાથે બસની મુસાફરી રાત્રે ૯-૦૦ વાગ્યે પહેલાં શરૂ થઈ જાય તેમજ અન્ય નિયમોના અમલ સાથે આયોજન કરવાનું રહેશે. રાજ્યમાં પ્રવર્તી રહેલીકોવિડ-૧૯ની પરિÂસ્થતિ સંદર્ભે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમ્યાન કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ થઈ રહ્યો છે. ત્યારે આ માર્ગદર્શિકામાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોના પરિવહન માટે ફેરફાર કરાયો છે જેમાં રાત્રીના ૯.૦૦ થી ૫.૦૦ દરમ્યાન કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન થઈ શકશે એમ વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આયોજિત ટ્રીપોનું સંચાલન સવારના ૭.૦૦ થી શરૂ કરી રાત્રિના ૨૦.૦૦(રાત્રે૮.૦૦ વાગ્યા) સુધી પૂર્ણ થાય તે રીતે કરવાનું રહેશે. રાત્રીના મુસાફરી કરવાના સંજાગો ઊભા થાય ત્યારે તે મુસાફરી રાત્રિના ૯.૦૦કલાક પહેલાં શરૂ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બસ ઓપરેટરે જીપીએસ/જીપીઆરએસ સિસ્ટમ લગાવી આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ગૃહ સચિવના પત્રથી સ્પષ્ટતા કરાઈ છે કે રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ કલાક દરમ્યાન વ્યક્તઓની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવાનો હેતુ લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સંગ જળવાય તે છે. આ પ્રતિબંધ ગુડ્‌ઝ ટ્રકો/વાહનો કે પેસેન્જરની અવર-જવર કરતી બસોને તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલ વ્યક્તઓને લાગું પડશે નહીં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!