જૂનાગઢમાં યુવતિ ઉપર દુષ્કર્મ આચરી ૪ માસનો ગર્ભ રાખ્યાની ફરિયાદ

0

જૂનાગઢમાં પ્રદિપ સિનેમા નજીક રહેતી એક યુવતીને મહાશિવરાત્રીના મેળા બાદ બે શખ્સોએ દુષ્કર્મ આચરી ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ યુવતિને મહાશિવરાત્રીના મેળા બાદ બે શખ્સો અલગ અલગ સ્થળે લઈ ગયા હતા અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
પરિણામે યુવતિ ગર્ભવતી બની અને ચાર માસ વિતી ગયા બાદ તેની માતાને આ અંગેની જાણ થતાં ‘એ’ ડિવીઝન પોલીસમાં સુનિલ મુન્ના સોલંકી (રહે. પ્રદિપ સિનેમા નજીક, જૂનાગઢ) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!