જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.સી.કાનમીયાની વડોદરા બદલી

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચમાં ખુબ જ સુંદર કામગીરી બજાવનારા પોલીસ ઈન્સ્પેકટર આર.સી.કાનમીયાની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા ગઈકાલે બદલીનો હુકમ જારી કરવામાં આવેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાંચમાં નિમણુંક પામ્યા બાદ પીઆઈ આર.સી.કાનમીયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ તેમજ અસામાજીક પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી તેમજ અનેક ગુનાઓનાં ભેદ ઉકેલવાની તેમજ ગણતરીનાં કલાકોમાં જ ગુનો આચરનાર આરોપીને ઝડપી લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમની કામગીરી અને ફરજકાળ દરમ્યાન તેમની કામગીરી સારી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!