ગુજરાતમાં ર૦૧૦ પછી શિક્ષણ કાર્યમાં જાડાયેલા પ્રાથમિક શિક્ષકોને ૪ર૦૦ પગાર ગ્રેડ આપવા માંગ

0

ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણ સ્વિભાગમાં વર્ષ ર૦૧૦ અને તે પછી પ્રાથમિક શિક્ષક તરીકે જાડાયેલા શિક્ષકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેઓ એમએ/ બી.એડ., એમએસસી/ બીએડ તેમજ પીટીસી સાથે સ્નાતક જેવી ઉચ્ચ લાયકાત ધરાવે છે. શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજયોની જેમ પૂર્ણ વેતન થતા જ ૪ર૦૦ ગ્રેડ પે મળવો જાઈએ. ગુજરાત રાજયમાં નાણાં વિભાગના વિવાદિત ઠરાવ અમલના કારણોસર ૯ વર્ષની નોકરી પૂર્ણ કરી હોવા છતાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કે જે વર્ષોથી ૪ર૦૦ મળતું હતું તેની જગ્યાએ ર૮૦૦ ગ્રેડ પે કરી દીધો છે. જેથી સમાજ નિર્માણની મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષક સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ અંગે હાલની તારીખથી ૪ર૦૦ ગ્રેડ પે વિના શરતે અમલી તાત્કાલીક કાર્યવાહી કરવા આવે તેવી રાધનપુરના ધારાસભ્યો રઘુભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપુત તેમજ હાર્દીક પટેલ અને મહિપાલસિંહ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!