પોરબંદર જીલ્લામાં ગઈકાલે સવારથી શરૂ થયેલા મેઘસવારી અવિરત ચાલુ છે. અને આજે સવારે ૮ વાગ્યા સુધીમાં રાણાવાવનાં આદિત્યાણા પંથકમાં ગઈકાલે ૧૪ ઈંચ વરસાદ પડી જતાં મૌસમનો કુલ વરસાદ ર૩.પ ઈંચ નોંધાયો છે.
પોરબંદરને પાણી પુરૂં પાડતાં બરડા ડુંગર વિસ્તારમાં આવેલ ફોદાળા ડેમ ૩૭ ફુટે ઓવરફલો થયો છે. ખંભાળા ડેમમાં પાણીની સપાટી ર૬.પ ફુટ થવા પામેલ છે. ડોબળીયા તળાવ ઓવરફલો થયેલ છે. કોળીખડા નજીક આવેલ સુકાળા તળાવ પણ ઓવર ફલો થયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews