કેન્દ્ર સરકારે જાહેર કરેલ આત્મનિર્ભર પેકેજનો લાભ જૂનાગઢ શહેરના રિક્ષા ચાલકોને લાભ નહીં મળતાં રિક્ષા ચાલકોમાં આક્રોશ ફેલાયો છે અને આ બાબતે રિક્ષા ચાલકો આવતીકાલે એક દિવસીય હડતાળ પાડશે અને તેમ છત્તાં પણ જા ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રીને પાઠવાયેલ પત્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે. રિક્ષા ચાલક એસોસીએશનનાં ઉપપ્રમુખ આરીફભાઈ સુમરાએ જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે જે જેમાં રૂ. ૧ લાખની લોનમાં રિક્ષા ચાલકો પ્રત્યે નકારાત્મક અભિગમ અપનાવી આ યોજનાના લાભથી વંચિત રખાતાં રિક્ષા ચાલકોમાં રોષ વ્યાપેલ છે. આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પાઠવી આ અંગે તા. ૭ જૂલાઈ, ર૦ર૦ સુધીમાં કોઈ નિરાકરણ નહીં આવેતો આવતીકાલે રિક્ષા ચાલકો એક દિવસીય હડતાળ પાડશે અને ત્યારબાદ પણ આ પ્રશ્નનો જા ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં રિક્ષા ચાલકો લોકડાઉન દરમ્યાન રોજીરોટી વગરના બની જવાથી આર્થિક સંકડામણમાં મુકાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews