કોરોના મહામારીમાં સતત ફરજ નિભાવતા ફ્રન્ટલાઈન વોરિયર પોલીસ તંત્રના જુદા-જુદા તાલીમી સેન્ટરમાં પણ કોરોનાનો પગપેસારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યના વિવિધ તાલીમ સેન્ટરમાં ૪૭ જેટલા પોલીસ જવાનોને કોરોના પોઝિટિવ થયો છે. વિગતવાર વાત કરીએ તો રાજ્ય પોલીસ માટે ચિંતાનો નવો વિષય ઊભો થયો છે. રાજ્યભરના વિવિધ પોલીસ તાલીમ સેન્ટરોમાં મોટાપાયે કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરના કરાઈ, જૂનાગઢ, વડોદરા સહિત જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં ૪૭થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ તમામ ટ્રેનિંગ સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પ્રતાપનગર તાલીમ શાળામાં ૧૯ તાલીમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૨૦ જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી ૧૯ કેસ પોઝિટિવ આવ્યા છે. સમગ્ર રાજ્યમાથી આવેલા ૪૭૧ એલઆરડી જવાનો અહીંઈાલીમ લઈ રહ્યા છે. ત્યારે એકસાથે ૧૯ જવાનોમાં કોરોના પોઝિટિવ આવતા અન્ય તાલીમી જવાનોમાં ભય ફેલાયો છે. આ જવાનોમાંથી કેટલાકને શરદી, ઉધરસ અને તાવની ફરિયાદો હતી, જેથી તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ જવાનોમાંથી ૩૦મા કોરોનાના લક્ષણો જાવા મળ્યા હતા, જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાંથી ૧૯ તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ તાલીમાર્થીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews