કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી માટે કોઈની પણ ભલામણ સ્વીકારશે નહીં

0

ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડેલી આ આઠે બેઠકો પર આગામી સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે કોંગ્રેસે આ આઠ બેઠકો જાળવી રાખવા એડીચોટીનું જાર લગાવ્યું છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં ૮ બેઠકોના નિરીક્ષકો સાથે મળેલી બેઠકમાં પ્રભારીએ એક પણ ઉમેદવારની ભલામણ ન કરવા કડક સૂચના આપી હતી. કોંગ્રેસના તમામ ૮ બેઠકોના નિરીક્ષકોની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી સાથે બેઠક મળી હતી. જેમાં પ્રભારીએ નિરીક્ષકોને કડક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સૂચના આપી હતી કે સ્થાનિક સંગઠન સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બહુમતીથી જ ઉમેદવાર નક્કી કરવાના નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે તા. ૬ અને ૭ જુલાઈના રોજ નિરીક્ષકો તમામ બેઠકોનો પ્રવાસ કરશે. બે દિવસમાં દરેક બેઠક પરના ઉમેદવાર અંગે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોની સેન્સ લઈ ૮મી જુલાઈના દરેક નિરીક્ષકો પ્રભારી સાતવને રિપોર્ટ આપશે. આમ નિરીક્ષકોએ નક્કી કરેલી પેનલના આધારે પુર્નઃ સ્થાનિક આગેવાનોની સેન્સ લઈ કયા ઉમેદવાર માટે એક મત છે તે નક્કી કરાશે. ત્યાર બાદ આ યાદી હાઈકમાન્ડને સુપરત કરાશે. જયાંથી ઉમેદવારનું નામ ફાઈનલ થશે. રાજીવ સાતવે વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોની પસંદગી કોઈની ભલામણ વિના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ કરાશે અને તેની ઉપર ભાર મૂકયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!