રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ દગો કરી પક્ષથી છેડો ફાડયા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં સીધી રીતે ભાજપને મદદ કરી હતી. હવે આ ખાલી પડેલી આઠ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે પેટાચૂંટણી માટે સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે. હાલ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી સંભવિત ઉમેદવારોના નામ બહાર આવી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ અને ભાજપને તેમાં ફાયદો થયો હતો. હવે આગામી સમયમાં રાજ્યમાં ૮ વિધાનસભાની બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો જેમ-જેમ ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ રહી છે તેમ-તેમ આઠેય સીટો પર સંભવિત ઉમેદવારો અને ટિકિટ મેળવવા માટે દાવેદારોના નામ પણ સામે આવી રહ્યાં છે. અબડાસા, કરજણ, ધારી, મોરબી, ગઢડા, લીંબડી, ડાંગ, કપરાડા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસના કયા ઉમેદવારો હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અબડાસા
• કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય, • વિસનજી પાચાણી, પાટીદાર સમાજના અગ્રણી, • રમેશ ધોળુ, પાટીદાર અગ્રણી, • ઈકબાલ મંધરા, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ,
કરજણ
• કિરીટસિંહ જાડેજા, • નીલા બેન ઉપાધ્યાય, • ચંદ્રકાન્ત પટેલ, • ચંદુ ડાભી (પૂર્વ ધારાસભ્ય), • રિતેશ પટેલ, • ભાસ્કર ભટ્ટ
ધારી
• ડા. કીર્તિ બોરીસાગર, બ્રાહ્મણ, સેવાભાવી ડોકટર,
• સુરેશ કોટડીયા, કોંગ્રેસ આગેવાન મનુ કોટડીયાના પુત્ર, • વિપુલ સેલરીયા, સ્થાનિક કોંગ્રેસ અગ્રણી, • જેની ઠુમ્મર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, MLA વિરજીઠુમરના દીકરી, યુથ કોંગ્રેસમાં સક્રય
મોરબી
• કિશોર ચીખલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ, • મનોજ પનારા, પાસ નેતા, • જયંતિ જેરાજ પટેલ, સ્થાનિક કોંગ્રેસ અગ્રણી, • કે. ડી. બાવરવા, પાટીદાર અગ્રણી, • મુકેશ ગામી, પાટીદાર અગ્રણી લીંબડી,
• ભગિરથસિંહ ઝાલા, કોંગ્રેસ આગેવાન, જિલ્લા પંચાયત સભ્ય, • ચેતન ખાચર, જિલ્લા પંચાયત પ્રમુખ,• કલ્પના મકવાણા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ, ઋત્વક મકવાણાના બહેન, • ગોપાલ મકવાણા, ઋત્વક મકવાણાના સંબંધી
ડાંગ
• સૂર્યકાન્ત ગાવીત, આદિવાસી સમાજનો શિક્ષત ચહેરો, • મુકેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય, • ચંદર ગામીત, જિલ્લા પંચાયત સભ્ય, • મોહન ગોયા, વઘઈ ગામ સરપંચ
કપરાડા
• હરેશ પટેલ, માજી સરપંચ બાલચોંડી, • વસંત પટેલ સુખાલા, માજી ધારાસભ્યનો દીકરો, • સોમા બાત્રી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ,
• ભગવાન બાત્રી, જિલ્લા પંચાયત સભ્ય
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews