જૂનાગઢ લોહાણા મહિલા મંડળમાં લોહાણા અગ્રણી અને સમાજ સેવિકા સ્વ. નયનાબેન જોબનપુત્રાના સ્મરણાર્થે તા. ૩/૭/૨૦૨૦નાં રોજ ઓનલાઈન ગેમ શો યોજાયો હતો. લોહાણા મહિલા મંડળના મોવડી મીનાબેન ચગ અને ભારતીબેન ઘીયાની સલાહથી પ્રમુખ પારૂલબેન સૂચક અને મંત્રી રશ્મબેન વિઠલાણીએ બહેનોને વોટ્સએપ ગ્રુપમાં વિવિધ પ્રશ્નો પૂછ્યા હતાં અને બહેનોએ ફટાફટ જવાબ આપી ખૂબ સારા આઈ ક્યુનું પ્રદર્શન કર્યું હતું. ખૂબ બહોળી સંખ્યામાં અને ઉત્સાહથી બહેનોએ ભાગ લીધો હતો અને મનોરંજન માણ્યું હતું. સ્વ. નયનાબેન જોબનપુત્રાની દ્વીતીય માસિક તિથિ હોવાથી એમને પુષ્પાંજલી આપી એમના સ્મરણાર્થે ઈનામો જ્યેન્દ્રભાઈ જોબનપુત્રાના સહયોગથી આપવામાં આવેલ હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews