ખંભાળિયામાં બે દિવસ પૂર્વે એક આધેડને પોતાની મીઠી વાતોમાં ફસાવી, બાદમાં કથિત પોલીસ બનેલા બે શખ્સો અને યુવતી સહિત આઠને પોલીસે ઝડપી લઈ, ભારે ચર્ચાસ્પદ બની ગયેલા હનીટ્રેપના આ સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ પી.આઈ. જી. આર.ગઢવી, પી.એસ.આઈ. અનિરૂધ્ધસિંહ ઝાલા તથા સ્ટાફે મુખ્ય કલાકાર મનાતી હેતલબેન વિનુભાઈ ધ્રુવ નામની ૨૨ વર્ષની હાલ જામનગરની રહીશ એવી બ્રાહ્મણ યુવતીને ઝડપી લીધી હતી. આ સાથે સંડોવાયેલા મનાતા અન્ય ૭ શખ્સો ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા હેમત લાખાભાઈ ચુડાસમા(ઉ. વ. ૩૫), રામનગર વિસ્તારમાં રહેતા પ્રવિણ પરસોતમભાઈ કણજારીયા (ઉ. વ. ૨૩), રામનગર વિસ્તારમાં રહેતા કેતન નાનજીભાઈ નકુમ (ઉ. વ.૨૦), સંજયનગરમાં રહેતા પ્રફુલ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો લાલજીભાઈ જોશી (ઉ. વ. ૨૭), હરસિધ્ધ નગરમાં રહેતા જતીન ઉર્ફે ભીખો નરેશભાઈ મકવાણા (ઉ. વ. ૩૧), ધરમપુર વિસ્તારમાં રહેતા અને મકાન માલિક સુનીલ વશરામભાઈ નકુમ (ઉ. વ. ૧૮), મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને જી. આર. ડી.માં નોકરી કરતા હિતેશ કરણાભાઈ ચાવડા (ઉ. વ. ૨૪) મળી આઠે શખ્સોની ધરપકડ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews
.