ખંભાળિયાના ભાડથર ગામેથી અજાણ્યા વૃધ્ધાનો મૃતદેહ સાંપડ્યો

0

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના ખાટલાધાર વિસ્તારમાંથી ગત તા. ૮ મી ના રોજ એક અજાણ્યા વૃધ્ધાને મૃતદેહ મળી આવ્યો હતો. આશરે ૬૫ વર્ષના, પાતળા બાંધાના અને શ્યામ વર્ણના તથા ડાબા હાથ ઉપર ત્રાજવાથી ફૂલ ત્રોફાવામાં આવ્યું છે. આ મૃતક મહિલાએ શરીર ઉપર કથ્થાઈ કલરનું બ્લાઉઝ તથા પોપટી કલરની સાડી પહેરેલ છે. આશરે પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા આ મહિનાના વારસદારે ખંભાળિયાના પોલીસ મથકના ફોન નંબર ૦૨૮૩૩-૨૩૪૭૩૫ ઉપર સંપર્ક સાધવા તપાસનીશ પોલીસ હેડ કોસ્ટેબલ પી. જે. ભાટિયાની એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!