રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં રાદડીયા જૂથનો દબદબો અકબંધ

0

સમગ્ર સહકારી જગતમાં નામના ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સામાન્ય ચૂંટણી તમામે તમામ ૧૭ બેઠક ઉપર કિસાન નેતા જયેશ રાદડીયા પ્રેરિત પેનલ બિનહરીફ થતા સમગ્ર સહકરી જગતમાં ખુશી છવાયેલ છે. ભારતભરમાં સહકારી ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવતી અને પ્રતિષ્ઠિત એવી ‘રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક’ની ચૂંટણી જાહેર થતાં રાજ્યભરમાં સળવળાટ થવા લાગે એ સ્વભાવિક છે. કેમ કે આર.ડી.સી.બેંક રાજકોટનું દેશભરમાં સહકારી ક્ષેત્રે સૌથી શ્રેષ્ટ પ્રદાન રહ્યું છે અને રાષ્ટ્રીય સ્તરે સહકારી ક્ષેત્રે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. બેંકનું મેનેજમેન્ટ સુવ્યવસ્થિત અને દેશભરમાં મોડેલરૂપ છે. રાજકોટ બેંકની વાત આવે ત્યારે બેંકની થિંક ટેન્ક અને ખેડૂતોનાં મસીહા સ્વ.વિઠલભાઈ રાદડીયાને યાદ કરવા જ રહ્યાં. આ બેંકની શાખ મજબૂત કરવાનો ખરો શ્રેય ખેડૂત નેતા અને પૂર્વ ચેરમેન વિઠલભાઈ રાદડીયાને જાય છે. જેને સતત બેંકનો પારદર્શક વહીવટ ચલાવી શિખરે પહોંચાડી છે. વિઠલભાઈ રાદડીયાનાં પગલે સહકારી સંસ્થાઓને એમના પુત્ર અને કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડીયા આજે પણ આગળ ધપાવે છે અને સફળ રીતે ચેરમેન તરીકેનો પ્રથમ કાર્યકાળ સફળ રીતે પૂરો કર્યો છે. જયેશભાઇ રાજકારણને અસલ રાજનીતિથી ચલાવે છે, સહકારી ક્ષેત્રને ખરેખર સહકારથી ચલાવે છે. સહકારી ક્ષેત્રમાં જયેશભાઈએ પોતાના પિતાની જેમ પારંગતતા મેળવી લીધી હોય એવું લાગી રહ્યું છે. જયેશભાઈ રાદડીયાનાં નેતૃત્વમાં બેંકએ એતિહાસિક શિખરો સર કર્યા છે. જયેશ રાદડીયા પ્રેરિત પેનલ ૧૭માંથી ૧૭ બેઠક ઉપર બિનહરીફ જાહેર થઇ છે. આ વખતે યુવાનોના હૃદય સમ્રાટ અને યુવા આઇકોન લલિતભાઈ રાદડીયાએ પણ સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને જામકંડોરણા બેઠક ઉપરથી બિનહરીફ જાહેર થયેલ છે જે તેમનો પ્રભાવ સાબિત કરે છે. આમ સહુને સાથે રાખીને જયેશભાઇ રાદડીયાએ પોતાના પિતાનો વારસો અટલ રીતે જાળવી રાખ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!