માંગરોળમાં કોરોના કેસમાં વધારો : લોકોમાં ભય

માંગરોળમાં ચાર દિવસ પહેલા કોરોનાનો કેસ આવ્યા બાદ શહેર અને તાલુકામાંથી એક-એક મળી વધુ બે પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે. શહેરના બહારકોટ વિસ્તારમાં આવેલી એક શેરીમાં રહેતા પપ વર્ષના આધેડ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. દરમ્યાન અત્રેની પ્રાઈવેટ હોસ્પિટલમાં બતાવવા જતા લક્ષણો જણાઈ આવતા તેઓને રિપોર્ટ કરવાનું જણાવાયું હતું. જૂનાગઢ ખાતે રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાતા તેઓને સારવારમાં ખસેડાયા છે. આ ઉપરાંત સુરતથી ચારેક દિવસ પહેલા તાલુકાના કારેજ ગામે આવેલો ૨૫ વર્ષનો યુવાન પોતાના પરિજનનો રિપોર્ટ કરાવવા જૂનાગઢ ગયો હતો. જ્યાં પોતાનો રિપોર્ટ પણ કરાવતા તે પણ કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!