કેશોદ શહેર-તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે કોરોના વાયરસનો કાળો કહેર યથાવત રહ્યો છે. કેશોદ તાલુકાનાં હાંડલા ગામમાં બે કેસ નોંધાયા છે. કાલવાણી ગામમાં એક બડોદર ગામમાં એક અને કેશોદ શહેરમાં બે કેસ પ્રકાશમાં આવ્યા છે. કેશોદ શહેર-તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ વધીને બાવીસને પાર થયાં છે અને છેલ્લાં બે દિવસમાં જ સાત નોંધાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કેશોદ તાલુકામાં વધુ કેસ નોંધાતાં સ્થિતિ ગંભીર બની છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનની ચુસ્તપણે અમલવારી કરાવવાંમાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં સ્થિતિ વધુ વણસી જાય તો નવાઈ નહીં. કેશોદ શહેર-તાલુકામાં કોરોના મહામારી અંગે દરેક વ્યક્તિઓને જાગૃત કરવા આરોગ્ય વિભાગ દ્વારા માહિતી જાહેર કરવામાં આવતી નથી અને એક તરફ સોશ્યલ મીડિયામાં સમાચાર ફરતાં થઈ જાય છે ત્યારે લોકો અવઢવમાં હોય છે કે ખરી હકીકત શું હશે. કેશોદ શહેર-તાલુકામાં કોરોના મહામારીમાં સાવચેતી રાખવાની જરૂર છે ત્યારે કેશોદ આરોગ્ય વિભાગ દ્વારા ખરી માહિતી છુપાવવા પાછળનો હેતુ શું હશે અને મીડીયાને માહિતી કેમ આપવામાં આવતી નથી એવાં પ્રશ્નો પણ ઉભા થયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે સ્થાનિક તંત્રને સંપૂર્ણ રીતે સ્વતંત્ર સતા આપવામાં આવી છે. ત્યારે આવનારાં દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાનો છે ત્યારે ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે નહીં તો તહેવારો બગડે એવી સ્થિતિનું નિર્માણ તંત્રની બેદરકારીને કારણે થાય તો નવાઈ નહીં. કેશોદ શહેર-તાલુકામાં વધુ પડતાં કોરોના પોઝીટીવ કેસ હોટ સ્પોટ ઉપરથી આવેલા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ત્યારે રેડ ઝોનમાંથી આવતાં વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવે તો સંક્રમણની સાંકળ તુટે અને કેસ નોંધાતાં અટકી શકે તેમ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews