કોરોના વાઈરસને કારણે બેરોજગારીનું પ્રમાણ પ્રતિ દિન વધી રહ્યું છે તેમજ સામાન્ય પરિવારમાં આર્થિક ભીંસ પણ વધી રહી છે ત્યારે સરકારી જમીનો ખેતી માટે ફાળવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી તથા મહેસુલ વિભાગને પત્ર લખતા જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ મહામારીને કારણે મોટા ભાગના ધંધા રોજગારને માઠી અસર પડી છે તેમાં શહેરી વિસ્તારમાં બહોળા પ્રમાણમાં લોકોને રોજગારી પૂરી પડતા કાપડ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના મોટાભાગના ઔદ્યોગિક એકમોને બહુ મોટાં પ્રમાણમાં નુકશાન થયું છે તેનાં કારણે ઘણાં પરિવારો બેરોજગાર બન્યા છે તો ઘણાં પરિવારો શહેરમાં કોરોનાનાં ભયને કારણે તથા બેરોજગાર બનતા ગામડાઓમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે રાજ્યના મોટાભાગના ગામડાઓમાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે અને બહુ મોટાં પ્રમાણમાં લોકોને રોજગારી પૂરી પાડે છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગો ને સરકારી પડતર જમીનો તથા ખરાબાની જમીનો સામાન્ય ભાવોમાં ફાળવવામાં આવે છે. જો આવી જ સરકારી જમીનો ખેતી વિષયક હેતુ માટે ફાળવણી કરવામાં આવે તો ગ્રામ્ય સ્તરે વિશાળ પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે જેથી જે-તે ગામોનાં લોકો ને ખેતી કરવા માટે સામાન્ય શરતોથી જમીનોની ફાળવવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખ્યો હતો અને યોગ્ય કરવા માંગ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews